government jobs vacancy - સરકારી નોકરી યુવાનો તૈયાર રહેજો
સરકારી નોકરીની રાહ જોતા યુવાનો તૈયાર રહેજો,ગુજરાતમાં પડી સરકારી ભરતી સારા પગાર સાથે ઘણી બધી સુવિધાઓ પણ મળશે, ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાતનું સેવા પસંદગી મંડળ લઈને આવ્યો છે નોકરીની તક.
Ojas GSSSB Bharti 2025 :
GSSSB દ્વારા મેડિકલ સોશિયલ વર્કર, વર્ગ -3 માટે 46 જગ્યાઓ ની નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો આગામી 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે,
GSSSB તરફથી નવી ભરતી ની જાહેરાત 46 ખાલી જગ્યાઓ
પોસ્ટ જગ્યા અને લાયકાત ની વિગતો
જાહેર થયેલી કુલ 46 જગ્યામાં બિન અનામત 20, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4, અનુ. જાથી 3, અનુ જન જાતિ 7 , અને સા.સે.પ. વર્ગ હેઠળ 12 જગ્યાઓનો સમાવેશ થાય છે, મેડિકલ સોશિયલ વર્કર પદ માટે માન્ય યુનિવર્સિટી માંથીMSW,(મનોચિકિત્સા),MSW અથવા MA Social Work જેવી ડિગ્રી જરૂરી છે, ઉપરાંત કમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનુ પૂરતું જ્ઞાન ફરજિયાત રાખવામાં આવ્યું છે, ઉમેદવારની ઉંમર 17 થી 37 વચ્ચે હોવી આવશ્યક છે .
પગાર ધોરણની નિમણુક અંગેની માહિતી
આ પદ પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી 49600 નો ફિક્સ પગાર આપવામાં આવશે ,પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સંબંધિત કચેરીના સંતોષકારક પ્રદર્શન ના આધારે ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ 39,900 થી 1,26,600 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળશે.મેડિકલ સોશિયલ વર્કર તરીકેની આ નોકરી માં હેલ્થ ડિપાર્ટમેન્ટ હેઠળ સેવા પ્રવૃત્તિ સાથે કારકિર્દી નો સ્થિર વિકાસ પણ મળવાનો છે.
અરજી કેવી રીતે કરવી
આ જોબ માટે ઈચ્છુક ઉમેદવારો અરજી કરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

Post a Comment